આપણી કહેવાશે જોડી એક જુગલ જોડી,
કહેવાશે દુનિયાની જાણે નવી અજોડ જોડી,
જુગલ જોડી જાણે હોય સમોસા ને ચટણી,
ફાફડા સાથે સ્વાદિષ્ટ લાગે મરચાં તીખાં પટણી,
જુગલ જોડી જાણે હોય પતંગ અને ડોર,
કપાયેલ દોરી રહે એકલી ને ખોવાય પતંગ કંઈ કોર?
જુગલ જોડી જાણે હોય પગરખાં આપણાં,
એક ખોવાય તો બીજો એકલો ન લાગે કામમાં,
જુગલ જોડી જાણે હોય છોલે અને ભટુરે,
દિવસ તમારો બનાવે ખુશનુમાં જો ગરમા ગરમ ઉતરે,
જુગલ જોડી હોય જાણે ચા અને થેપલાં,
ગમે ત્યારે ગમે ત્યાં જઈએ ન રહીએ કદી એકલાં,
હું તો છું મકાઈ જેવી જે સ્વાદિષ્ટ છે પણ એકલી,
ક્યારે બનશે મારી જુગલ જોડી ને બનીશ હું બેકલી?
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem